Satya Tv News

અંકલેશ્વરના 1 ઘરમાં નજીવા મુદ્દે મારામારી
માતા-પિતાને ખોટા શબ્દ બોલી મારમાર્યો
પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

અંકલેશ્વરના ભાગ્યોદય સોસાયટી સ્થિત બિસ્મિલ્લા એપાર્ટમેન્ટમાં સગા પુત્રે માતા-પિતાને નજીવા મુદ્દે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ

અંકલેશ્વરના ભાગ્યોદય સોસાયટી સ્થિત બિસ્મિલ્લા એપાર્ટમેન્ટમાં રહેતા જુબેદાબીબી મુખત્યાર ગુલામ હુશેન મોહમંદ શેખ અને તેઓના પતિ તેમજ નાનો દીકરો ઘરે હતા તે દરમિયાન તેઓનો મોટો પુત્ર માતા-પિતાને આપણું ઘર છે તે વેચી નાખો અને જે રૂપિયા છે તે મને આપી ડો તેમ કહેતા માતાએ ઘર તારું થોડી છે તેમ કહેતા જ તે ઉશ્કેરાય ગયો હતો અને માતા-પિતાને અપશબ્દો ઉચ્ચારી બંનેને મારમાર્યો હતો મારામારી અંગે શહેર એ ડીવીઝન પોલીસે પુત્ર શાહનવાઝ શેખ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: