Satya Tv News

May 10, 2023 #ANKLESHWAR, #GUJRAT

અંકલેશ્વરમાં GIDCની કંપનીના યાર્ડમાંથી રો-મટીરીયલની ચોરીમાં ચાર ઈસમોને ઝડપી પાડ્યા

અંકલેશ્વર GIDCની કંપનીની ચોરીનો ભેદ ઉકેલાયો
ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 4ઈસમોને ઝડપી પાડ્યા
ચોરી અંગેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
4ઈસમોને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ફાઈવબ્રોસ ફોર્જીસ કંપનીના યાર્ડમાંથી રો-મટીરીયલ મળી કુલ ૧.૮૯ લાખના મુદ્દામાલની ચોરીનો ભેદ ઉકેલી પોલીસે ચાર ઈસમોને ઝડપી પાડ્યા

YouTube player

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.સ્થિત ફાયર સ્ટેશનની સામે આવેલ ફાઈવબ્રોસ ફોર્જીસ કંપનીને ગત તારીખ-૨જી મેના રોજ વહેલી સવારે તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ કંપનીના યાર્ડમાં પ્રવેશ કર્યો હતો અને ગ્રેડ એફ ૪૪ નંગ-૨ અને અલોય નંગ-૨૦ તેમજ પરચુરણ સર-સામાન સહીત રો-મટીરીયલ મળી કુલ ૧.૮૯ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા આ ચોરીમાં કંપનીના હેલ્પરે અને અન્ય ઈસમો સાથે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું ચોરી અંગે કંપનીના સિક્યુરિટી ગાર્ડે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસે ચોરી અંગેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરતો અને ઈલાવ ગામમાં રહેતો યોગેશ બાબુ લાડ,અનિલ રામઉગ્રહ પાંડે,અરવિંદસિંહ હિમતસિંહ રાઠોડ સહીત ચાર ઈસમોને ઝડપી પાડી ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: