Satya Tv News

May 10, 2023 #ANKLESHWAR, #GUJRAT

અંકલેશ્વર હરીપુરા ગામના સ્મશાન પાસેથી જુગારીયાઓ ઝડપાયા,એક ફરાર

અંકલેશ્વર સ્મશાન પાસે ચાલી રહીયો છે જુગાર
જુગાર રમતા બે જુગારીયાઓ ઝડપાયા
હજારોથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે
અન્ય એક જુગારી ફરાર થઇ ગયો

અંકલેશ્વર તાલુકા પોલીસે નવા હરીપુરા ગામના સ્મશાન પાસે જુગાર રમતા બે જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા જયારે અન્ય એક ફરાર થઇ ગયો હતો.

YouTube player

અંકલેશ્વર તાલુકાના સજોદ ગામમાં રહેતો નીરવ અરવિંદ વસાવા નવા હરીપુરા ગામના સ્મશાન પાસે બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ ૧૪ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતો સજોદ ગામના આંબેડકર નગરમાં રહેતો જુગારી મિતેશ કાંતિ પટેલ,પ્રતિકસિંહ અજીતસિંહ ચૌહાણને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય એક જુગારી ફરાર થઇ ગયો હતો.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: