ભરૂચ જિલ્લામાં ખેડૂત આગેવાનોને નજર કેદ કરી પોલીસ પેહરા વચ્ચે શરૂ કરાયેલી કામગીરી સામે ખેડૂતો હવે ભડકી
ભરૂચ જિલ્લા પોલીસ ઘટન સ્થળ પર ખડકી દેવાયો
સ્થાનિક ખેડૂતો ની પોલિસ સાથે ચકમક
એક્સપ્રેસ હાઇવેના વરતળ મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ની ભરૂચ જિલ્લામાં ખેડૂત આગેવાનોને નજર કેદ કરી પોલીસ પેહરા વચ્ચે શરૂ કરાયેલી કામગીરી સામે ખેડૂતો હવે ભડકી ઊઠ્યાં છે.
હાંસોટ તાલુકાના ઉંટીયાદરા ગામે 4 મે થી પોલીસ બંદોબસ્ત અને આગેવાનોને નજર કેદ વચ્ચે કામગીરી શરૂ કરાયા બાદ આજે બુધવારે અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામે પણ પોલીસ કાફલા સાથે કામ શરૂ કરાતા ખેડૂતોએ પિત્તો ગુમાવ્યો છે.ભરૂચ જિલ્લા ભાજપ કિસાન સેલના અગ્રણી અને પૂર્વ જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ નિપુલ પટેલે જિલ્લા કલેકટર સાહેબ શું સુપ્રીમો થઈ ગયા છે તેવી ભડાસ કાઢી છે. અસરગ્રસ્ત ખેડૂતોએ ઉંતિયાદરા બાદ જુના દિવા ગામે ભેગા થયા હતા. જ્યાંથી જબરાજસ્તીની કામગીરીનો વિરોધ નોંધાવવા ભરૂચ કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા કુચ કરી હતી.આગ બાબુલા થયેલા ખેડૂતોએ વધુ બળાપો કાઢ્યો હતો કે, રાજ્ય સરકારે ખેડૂતોના માથા પરથી હાથ ઉઠાવી લીધા હોય એમ લાગી રહ્યું છે. જે ખેડૂતો માટે આઘાતજનક છે. હવે અમે દર સોમવારે કલેકટર કચેરી એ કાર્યકમ આપીશું તેવી ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે
બાઈટ – નિપુલ પટેલ – કન્વીનરખેડૂત સમન્વય સમિતિ ભરૂચ
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર