Satya Tv News

May 11, 2023 #ANKLESHWAR, #GUJRAT

અંકલેશ્વર ગોલ્ડન પામ સોસાયટી પાસે ગાડીનું ટાયર ફાંટતા અકસ્માત સર્જાયો,ત્રણથી વધુ ઈજાગ્રસ્ત

અંકલેશ્વર ગોલ્ડન પામ પાસે અકસ્માત સર્જાયો
ગાડીનું ટાયર ફાંટતા અકસ્માત સર્જાયો
ત્રણથી વધુ લોકો ઈજાગ્રસ્ત
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી 

અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર ગોલ્ડન પામ સોસાયટી પાસે બોલેરો ગાડીનું ટાયર ફાંટતા ગાડી કાંસમાં ખાબકતા ત્રણથી વધુ લોકોને ઈજાઓ પહોંચ હતી .

YouTube player

ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર વાહનોની સંખ્યા વધતા અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે પુરપાટ ઝડપે દોડતા વાહનોને પગલે અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે એક બોલેરો ગાડીનો ચાલક અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપરથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન ગોલ્ડન પામ સોસાયટી પાસે અચાનક ગાડીનું ટાયર ફાંટતા ગાડી બાજુમાં આવેલ કાંસમાં પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ત્રણથી વધુ લોકોને ઈજાઓ થતા રાહદારીઓએ ઈજાગ્રસ્તોને બહાર કાઢી ૧૦૮ સેવાની મદદ વડે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.અકસ્માત અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: