Satya Tv News

May 11, 2023 #ANKLESHWAR, #GUJRAT

અંકલેશ્વર GIDC રાજપૂત સમાજ દ્વારા નિર્માણ પામનાર શૈક્ષણિક સંકુલનુ ખાતમુહૂર્ત

અંકલેશ્વર GIDCમાં શૈક્ષણિક સંકુલનુ ખાતમુહૂર્ત
રાજપૂત સમાજ દ્વારા નિર્માણની ખાતમુહૂર્ત વિધિ
સ્પર્ધાત્મક પરીક્ષાઓ શૈક્ષણિક સંકુલ થકી કરાશે

અંકલેશ્વર GIDC રાજપૂત સમાજદ્વારા નિર્માણ પામનાર શૈક્ષણિક સંકુલની ખાતમુહૂર્ત વિધિ આગામી તા.૧૩/૦૫/૨૦૨૩, શનિવાર સાંજે ૪:૦૦ કલાકે યોજાનાર છે. આ સંદર્ભે રાજપૂત સમાજના અગ્રણીઓએ માહિતી આપી હતી.

અંકલેશ્વરના ગાર્ડન સીટી રોડ ઉપર લાયન્સ ઈન્ટરનેશનલ સ્કુલ પાસે અંકલેશ્વર જીઆઈડીસી રાજપૂત સમાજ દ્વારા નિર્માણ પામનાર શૈક્ષણિક સંકુલનુ ખાત મુહૂર્ત રાજ્ય ના કેબિનેટ મંત્રીશ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, ગામીણ વિકાસ, શ્રમ અને રોજગાર વિભાગ ના મંત્રી બળવંતસિંહજી રાજપૂત ના વરદ હસ્તે યોજાનાર છે.આ સંકુલમાં સર્વ સમાજના યુવાધનને સરકારી નોકરી મેળવવા માટે તથા ઉચ્ચ શિક્ષણ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ JEE/NEET, TAT, GUJCET, UPSC માટેની તૈયારીઓ આ શૈક્ષણિક સંકુલ થકી કરાવવામાં આવશે.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: