Satya Tv News

અંકલેશ્વરના વિદ્યાર્થીએ જિલ્લાનું નામ કર્યું રોશન
99.97% મેળવી શાળાનું નામ રોશન કર્યું
પરિવાર અને શાળા દ્વારા અભિનંદન પાઠવ્યા
સફળતાનો શ્રેય શિક્ષકો અને ટ્રસ્ટીઓને આપ્યો

અંકલેશ્વરના કોસમડી ગામ પાસે આવેલ જય અંબે ઇન્ટર નેશનલ સ્કૂલમાં ધોરણ-10ની બોર્ડની પરીક્ષામાં જય લાઠીયાએ 99.97 પર્સન્ટાઇલ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.

YouTube player

ગતરોજ જાહેર કરવામાં આવેલ ધોરણ-10 બોર્ડના પરિણામને લઈ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ભરૂચ જિલ્લાનું 61.07 ટકા પરિણામ જાહેર થયું હતું ત્યારે અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી ગામ પાસે આવેલ જય અંબે ઇન્ટરનેશનલ શાળાનો વિદ્યાર્થી ખેડૂત પુત્ર જય લાઠિયાએ ધોરણ 10માં સમગ્ર ગુજરાતમાં ભરૂચ જિલ્લામાંથી ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. જય લાઠિયાએ 99.97 પર્સન્ટાઈલ મેળવ્યા છે.કોઈપણ ટ્યુશન કલાસીસ વિના પોતાની સતત મહેનતને લઈ તેને 99.97 પર્સન્ટાઈલ મેળવ્યા છે.વિદ્યાર્થીએ ગણિત વિષયમાં 100માંથી 100 માર્કસ મેળવ્યા છે.પરિણામ જાહેર થતા વિદ્યાર્થીએ શ્રેષ્ટ દેખાવ કરતા પરિવાર અને શાળા દ્વારા તેને અભિનંદન પાઠવ્યા હતા જ્યારે જય લાઠીયાએ પોતાની સફળતાનો શ્રેય શાળાના શિક્ષકો અને ટ્રસ્ટીઓને આપ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: