Satya Tv News

અંકલેશ્વર UPL નજીક ટ્રક અકસ્માત સર્જાયો
અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો બન્યા
હાઇવા ટ્રક ચાલકોનો થયો આબાદ બચાવ
અકસ્માતમાં બંને વાહનોને વધુ નુકશાન થયું
પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ યુ પી એલ ચોકડી પાસે બે હાઈવે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા

YouTube player

હાઈવે ટ્રક નંબર જીજે 16 એ.યુ. 7522નો ચાલક હાઇવામાં કપચીનું મટીરીયલ ભરી અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વરની યુપીએલ ચોકડી નજીક આગળ ચાલતા હાઇવા નંબર-જી.જે.05.ડી.ટી.9371 ચાલકે અચાનક બ્રેક કરતા બંને વાહનો ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બંને હાઇવા ટ્રક ચાલકોનો આબાદ બચાવ થયો હતો જો કે અકસ્માતમાં બંને વાહનોને નુકશાન થવા પામ્યું હતું અકસ્માતને પગલે હાઇવે ઉપર વાહનોની લાંબી લાઈનોને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માત ગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં કરાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: