Satya Tv News

અંકલેશ્વરમાં નજીવી તકરારે થઇ સંબંધોની હત્યા

ભાણેજ ને ફોઇસાસુના ઘરે વેકેશન પડયું ભારે

ફોઈ, ફુવા અને ભાઈએ કરી ભાણેજેની હત્યા

શહેર પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ

YouTube player

અંકલેશ્વર શહેરમાં નજીવી તકરારે સંબંધોની હત્યા થઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ફુવા અને દીકરાએ ભાણેજને નજીવી બાબતે માર મારી હત્યા કરી નાખતા ગુનો પોલીસ ચોપડે નોંધાવા પામ્યો છે.

મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં રહેતા દક્ષાબેન જયસુખભાઇ સોલંકીનો ભત્રીજો અને ભત્રીજી આ જ સોસાયટીમાં રહેતા તેણીના ફુવા સસરા મોહનભાઇ દાનાભાઇ પરમારને ત્યાં વેકેશન ગાળવા આવ્યા હતા.પરંતુ તેમના ફુવા સસરાના કોઈ સબંધીનું મૃત્યુ થતા તેઓએ બારમાની વિધીમાં વતન જવા ભત્રીજો મેહુલ અને ભત્રીજી વિશાખાને સાથે લઇ જવા માંગતા હતા પરંતુ ભત્રીજા મેહુલે ત્યાં જવાની ના પાડી બંને ભાઇ બહેન સામાન લઇ ફરિયાદી દક્ષાબેન સોલંકીના ઘરે આવી જતા મોહનભાઇ પરમારને આ ન ગમતા તેની રીસ રાખી તેઓ ફરિયાદીના ઘરે જઈ ઝઘડો-તકરાર કરી ગંદી ગાળો બોલી જયસુખભાઇ સાથે ઝપાઝપી કરી મુઢમાર માર્યો હતો જયારે તેમના પુત્ર અનિલ પરમારે તેના હાથમાં લાકડીના સપાટા સાથે ગયો હોય,તેણે જયસુખભાઇ સાથે ઝપાઝપીમાં જોરથી ધક્કો મારી જમીન પર પાડી દેતા ગંભીર ઈજાઓને કારણે જયસુખભાઇનું મોત નીપજ્યુ હતુ.

આમ નજીવી બાબતે થયેલી તકરારે થયેલા મોત બાદ પોલીસે દક્ષાબેન સોલંકીની ફરિયાદને આધારે ફુવા સસરા મોહનભાઇ પરમાર, તેમનો પુત્ર અનિલ તેમજ તેમની પત્નિ લક્ષ્મીબેન પરમાર સામે હત્યાનો ગુનો દર્જ કરી તેમની ધડપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: