Satya Tv News

અંકલેશ્વરમાં ફરી પોલીસ નાઇટ કોમ્બિંગ

91 વાહન જપ્ત વિવિધ 134 કેસ રજીસ્ટર

22 અધિકારી 130 પોલીસ કર્મી દ્વારા કાર્યવાહી

સમગ્ર પરપ્રાંતીય વિસ્તારમાં મચ્યો ફફડાટ

અંકલેશ્વરના સારંગપુર, મીરાનગર, લક્ષ્મણનગર વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ જેમાં 22 પોલીસ અધિકારીઓ તેમજ 130 પોલીસ કર્મીઓ જોડાયા હતા.

YouTube player

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના હેતુથી શકમંદ ઇસમો ભાડુઆતની જાણ ન કરતા મકાન માલીકોને,નંબર પ્લેટ વગરના તેમજ શકમંદ વાહનો,હથિયાર, પ્રોહીબિશન પ્રવૃતિ, નાર્કોટીક્સ, ગુનેગારોને ચેક કરવા ગત રાત્રી દરમ્યાન અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સારંગપુર,મીરાનગર, લક્ષ્મણનગર જેવા પરપ્રાંતીયવિસ્તારમાં ઓચિંતુ નાઈટ કોમ્બિંગ હાથ ધર્યું હતુ.

જેમાં ભરૂચ જીલ્લા એલસીબી, એસઓજી,પેરોલ સ્કોવોર્ડ, સ્થાનિક પોલીસ ટુકડીઓની અલગ અલગ 17 જેટલી ટીમો બનાવી કોમ્બીંગ કરવામાં આવ્યુ હતુ. આ કામગીરી દરમિયાન પોલીસે અલગ અલગ વિસ્તારમાં સર્ચ કરતા પોલીસે એમ.વી.એકટ 207 મુજબ કુલ 91 વાહન જપ્ત કર્યા હતા. જ્યારે જાહેરનામા ભંગ કરનાર મકાનો,દુકાન ભાડુઆત વિરૂધ્ધના કુલ 44 કેસ કર્યાં હતા.

પ્રોહીબીશન એકટ મુજબ કુલ 18 કેસો, દારૂ પીને વાહન ચલાવતા ઇસમો વિરૂધ્ધ 7 કેસો અને બી-રોલ હેઠળ 67 લોકો સામે કાયદેસર કાર્યવાહી કરાઇ હતી.પોલીસ દ્વારા અચાનક કોમ્બિંગ હાથ ધરવામાં આવતા ગુનાખોરી આચારતા ગુનેગારોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

વિડ્યો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: