અંકલેશ્વર GIDCની કંપનીના SS સ્પેરપાર્ટ સ્ટ્રક્ચર સહિત હજારોની ચોરી સાથે આરોપીને ઝડપી પાડ્યો
અંકલેશ્વર GIDC કંપનીમાં SS સ્પેરપાર્ટ સ્ટ્રક્ચરની ચોરી
૭૨ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર
અગાઉ ભંગારી સહીત બે ઇસમોને ઝડપી પાડ્યા
ગણેશપાર્ક સોસાયટી ખાતેથી ઝડપી તપાસ હાથ ધરી
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની નેક્ટર એન્જીનીયરીંગ ફેબ્રિકેશન કંપનીના કમ્પાઉન્ડમાંથી એસ.એસ. સ્પેરપાર્ટ સ્ટ્રક્ચર સહીતના 72 હજારના મુદામાલ ચોરીના મામલામાં વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
ગત તારીખ-૨૮મી એપ્રિલના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં નેક્ટર એન્જીનીયરીંગ ફેબ્રિકેશન કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ કંપનીના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી એસ.એસ.ના સ્પેરપાર્ટ અને સ્ટ્રક્ચર મટિરિયલ્સ ૬૫૪ કિલો ગ્રામ સામાન મળી કુલ ૭૨ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી અગાઉ ભંગારી સહીત બે ઇસમોને ઝડપી પાડ્યા હતા તે દરમિયાન આ ચોરીમાં સંડોવાયેલ વધુ એક આરોપીને સમીર ઉર્ફે ગોરિયા યાદવને ગણેશ પાર્ક સોસાયટી ખાતેથી ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર