અંકલેશ્વરની ભૂત મામાની ડેરી પાસે થઇ લાખોની લૂંટ
એક્ટિવાની ડેકીમાંથી 45લાખ રૂ.લઇ 4 લુંટારાઓ ફરાર
DYSP તથા LCBનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહુચ્યો
ફરિયાદીનો જવાબ લઈ દરેક સ્થળોએ કરી નાકાબંધી
પોલીસે નાકાબંધી કરી વધુ તપાસ હાથ ધરી
અંક્લેશ્વરની આંગડિયા પેઢીનો કર્મચારી ભરૂચ બ્રાન્ચ પરથી 45 લાખ રોકડા લઇ એક્ટીવા પર અંક્લેશ્વર જઇ રહ્યો હતો. દરમિયાનમાં ભુતમામાની ડેરી પાસે બે બાઇક પર આવેલાં ચાર જણાએ ચપ્પુની અણીએ રોકી તેની આંખમાં મરચાની ભુકી નાંખી 45 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયાં હતાં.
ભરૂચ અંક્લેશ્વરમાં આવેલી આંગડિયા પેઢીઓમાં લૂંટ કરતી ટોળકી પુન: સક્રિય થઇ હોય તેમ લાગી રહ્યું છે. અંક્લેશ્વરની મહેન્દ્ર સોમા આંગડિયા પેઢીમાં ફરજ બજાવતાં ભરત પટેલ તેમની એક્ટિવા પર ભરૂચ ખાતે આવેલી તેમની બ્રાન્ચ પર આવ્યાં હતાં. જ્યાંથી તેમણે રોકડા 45 લાખ લઇને તે રૂપિયા એક્ટિવાની ડેકીમાં મુકી અંક્લેશ્વર તરફ જવા રવાના થયાં હતાં.કર્મચારી નર્મદા મૈયા બ્રીજ પસાર કરી ભુતમામાની ડેરી પાસે પોહચ્યો હતો. ત્યાં જ એક બાઇક પર આવેલાં બે શખ્સોએ તેને ચપ્પુની અણીએ રોક્યો હતો. તે કાંઇ સમજે તે પહેલાં જ અન્ય બાઈક ઉપર આવેલ બીજા બે ઈસમો આંગડિયા પેઢીના કર્મચારીની આંખોમાં મરચાની ભુકી નાંખી દઇ તેની એક્ટિવાની ડેકીમાંથી 45 લાખ રૂપિયા લઇ ચારેય લુંટારાઓ ત્યાંથી ફરાર થઇ ગયાં હતાં.ઘટનાની જાણ થતાં અંક્લેશ્વર પોલીસ તુરંત એક્શનમાં આવી ગઇ હતી. બીજી તરફ એલસીબી-એસઓજીની ટીમોને પણ સતર્ક કરવા સાથે આસપાસના અન્ય પોલીસને જાણ કરી અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરી ચેકિંગ શરૂ કર્યું હતું. લૂંટારુંઓની ભાળ મેળવવા CCTV પણ તપાસાઈ રહ્યાં છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર