Satya Tv News

  • દર વર્ષે 400 જર્જરિત મકાનના માલિકોને માત્ર નોટિસ જ અપાય છે પણ અરવિંદભાઈ મણિયાર ક્વાર્ટર ખાલી કરાવવામાં ભેદી ઉતાવળ
  • બિશપ હાઉસ પીપીપી કૌભાંડમાં જેને જમીન અપાઈ તે જ એજન્સીને ફરી મળ્યો શિરપાવ

રાજકોટના કોટેચા ચોક પાસે અરવિંદભાઈ મણિયાર આવાસ યોજનાના 43 વર્ષ પહેલાં બનાવાયેલા કવાર્ટર મનપાએ પીપીપી યોજના હેઠળ બિલ્ડરને સોંપી દીધા બાદ અનેક વિવાદોના અંતે આ મકાન જર્જરિત થઈ ગયા હોવાની નોટિસ પાઠવી મનપાએ બિલ્ડર માટે રૂ.100 કરોડની જમીન ખાલી કરાવી આપી છે. અગાઉ પીપીપી ધોરણે બિશપ હાઉસ પાસેની કરોડોની જગ્યા બિલ્ડરને પધરાવી દેવાઈ હતી. આ જગ્યા પર દબાણ ન હોવા છતાં દબાણ દર્શાવી દેવાયું હતું. જેમાં તત્કાલીન કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સિટી એન્જિનિયર સહિતનાની મંજૂરી હતી.

આ જગ્યા પણ જે.પી. ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપાઈ હતી અને તે જ ગાળામાં મણિયાર આવાસ યોજનાને રિ-ડેવલપમેન્ટનો કોન્ટ્રાક્ટ પણ તેને જ અપાયો હતો. મણિયાર ક્વાર્ટરમાં જગ્યા ખાલી કરાવવા માટે વિવિધ કરાર કરાયા હતા પણ 39 ફ્લેટ મામલે વિવાદ ચાલતો હતો. જેમાં મનપાએ લેવા દેવા હતી નહિ પણ એજન્સીથી કામ ન થતા આખરે મનપાને જાણે હવાલો લીધો હોય તેમ જગ્યા ખાલી કરાવી દીધી હતી.

મનપાના અધિકારીઓ-પદાધિકારીઓએ જગ્યા ખાલી કરવા માટે જે રીતે કાર્યવાહી કરી છે. તેવી જ રીતે તો શહેરના અન્ય જર્જરિત મકાનોમાં પણ થઈ શકે છે પણ મનપા એકપણ સ્થળે આવી કામગીરી કરતી નથી. હવે ચોમાસા દરમિયાન શહેરમાં કોઇ મકાન ધ્વસ્ત થાય અને કોઇ અકસ્માત થાય તો મનપામાં ક્ષમતા હતી છતાં તેમાં કામગીરી કરી નથી તેવું સાબિત થતાં મનપા જ જવાબદાર હશે તે કહી શકાશે.

જૂની આવાસ યોજના રિ-ડેવલપમેન્ટના નિયમ મુજબ જે પણ જગ્યા પીપીપી ધોરણે અપાય તેમાં મિલકતધારકને જેટલી જગ્યા છે તેના 140 ટકા જગ્યાએ બાંધકામ કરી આપવાનું રહે છે. મણિયાર આવાસ યોજનામા હાલ 1 રૂમ રસોડાના 390 ચોરસ ફૂટનો એક ફ્લેટ છે તેને બદલે હવે 546 ચોરસ ફૂટમાં 2BHK ફ્લેટ મળશે. ઉપરાંત મનપાને વધારાના 76 ફ્લેટ મળશે જ્યારે બિલ્ડરને વધારાની જગ્યાની માલિકી મળશે.

error: