Satya Tv News

અંકલેશ્વર જી.આઇ. ડી.સીમાં આવેલ વોકહાર્ટ લિમિટેડ કંપની પાસે નશાની હાલતમાં ધુત બનેલ ટેમ્પો ચાલકે ફોર વ્હીલને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ વોકહાર્ટ લિમિટેડ કંપની પાસેથી ફોર વ્હીલ ગાડી નંબર-જી.જે.૧૬.ડી.આર.૨૦૩૦ લઇ ચાલક પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ ટેમ્પો નંબર-જી.જે.૧૬.ડબ્લ્યુ.૮૬૪૧ના ચાલકે ફોર વ્હીલ ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારનો એક સાઈટના ભાગમાં નુકશાન થયું હતું જો કે આઇસર ટેમ્પો ચાલક નશાની હાલત ધુત મળી આવ્યો હતો અકસ્માત અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: