Satya Tv News

અમરપરા ગામ પાસેથી બુટલેગર ઝડપાયો
LCBએ દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો
૩.૭૨ લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે
વાન ચાલક ધમો નામનો વ્યક્તિ ફરાર 

અંકલેશ્વર-ભરૂચ હાઈવે ઉપર અમરપરા ગામના પાટીયા સામે આવેલ ભારત પેટ્રોલપંપ નજીકથી ઇકો વાનમાં લઇ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને એલસીબીએ ઝડપી પાડ્યો હતો

ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી, કે ઇક્કો કાર નંબર- નંબર.જીજે-૧૫. સી.એમ.૬૮૭૩માં સુરત તરફથી વડોદરા બાજુ વિદેશી દારૂનો જથ્થો લઇ એક ઇસમ જઈ રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર-ભરૂચ હાઈવે ઉપર અમરપરા ગામના પાટીયા સામે આવેલ ભારત પેટ્રોલપંપ નજીક વોચ ગોઠવી હતી ,અને બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૨૭૫ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૬૫ હજારનો દારૂ અને કાર તેમજ મોબાઈલ મળી કુલ ૩.૭૨ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વડોદરા આજવા રોડ નહેરૂચાચા નગર વિજય ઉર્ફે વીજુ કાન્તી વાતને ઝડપી પાડ્યો હતો જયારે વાન ચાલક ધમો નામનો વ્યક્તિ ફરાર થઇ ગયો હતો.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: