Satya Tv News

અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવાદીવા ગામના શામજી ફળિયામાં રહેતી ટીનાબેન મના વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૨૭ નંગ બોટલ મળી કુલ ૨ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી મહીલા બુટલેગર ટીનાબેન વસાવાને ઝડપી પાડી હતી

જયારે આવી જ રીતે કોસમડી ગામના મોર ફળિયામાં બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા હતા અને મહિલા બુટલેગર પૂનમબેન અજય વસાવાના ઘરેથી વિદેશી દારૂની ૧૮ નંગ બોટલ કબજે કરી મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી

error: