અંકલેશ્વર શહેરમાં એટીએમ સેન્ટરમાં બેન્કનો કર્મચારી હોવાનું જણાવી બે લોકો સાથે છેતરપીંડી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વરના કાજી ફળિયામાં રહેતી પલકબેન વિપુલભાઈ પરમાર ગત તારીખ-૧૫મી જુનના રોજ અંકલેશ્વરના ચૌટા નાકા પાસે આવેલ એસબીઆઈ બેન્કના એટીએમ સેન્ટરમાં એટીએમ કાર્ડનો પીક જનરેટ કરવા અને રૂપિયા ઉપડવા ગયા હતા તે દરમિયાન ત્યાં ઉભેલ ઇસમેં પોતે બેન્કનો કર્મચારી હોવાનું જણાવી એટીએમ કાર્ડ બદલી તેમાંથી અલગ અલગ રીતે ૧૮ હજાર રૂપિયા ઉપાડી લઇ છેતરપીંડી કરી હતી.
તો આવી જ રીતે રમેશ મંગુ પટેલ ઓ.એન.જી.સી. વર્કશોપ ગેટ પર આવેલ એસ.બી.આઈ.બેન્કના એટીએમ સેન્ટર ખાતે રૂપિયા ઉપાડવા ગયા હતા જેઓને પણ એટીએમ સેન્ટરમાં ગઠીયાનો ભેઠો થઇ ગયો હતો જેઓનું પણ એટીએમ કાર્ડ બદલી અગલ અલગ રીતે ૨૦ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા આ બંને ગુનામાં સંડોવાયેલ આરોપીને સુરતના મહિધરપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો જેનો અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે અટકાયત કરી હતી પોલીસે આણંદના ભાઈલાલ દાદાની ગલીમાં રહેતો તુષાર અનીલ લાલચંદ કોઠારીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.