Satya Tv News

GIDC પોલીસે બુટલેગરના ઘરેથી ઝડપી પાડ્યો દારૂ
સારંગપુર ગામમાંથી ઝડપાયો વિદેશી દારૂ
૧૧ હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે
બુટલેગરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર ગામની નવી નગરીમાંથી રહેતા કુખ્યાત બુટલેગરના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો .

અંકલેશ્વરના સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૨૩ નંગ બોટલ મળી કુલ ૧૧ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો,અને બુટલેગર મનીષ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: