Satya Tv News

રાજસ્થાનના બિકાનેરમાં દલિત યુવતીની ગેંગરેપ અને હત્યાનો એક બનાવ બન્યો છે જેમાં 2 પોલીસકર્મીઓ હોવાનું પણ સામે આવ્યું છે.

રાજસ્થાનના બિકાનેરમાં દલિત યુવતીની ગેંગરેપ બાદ હત્યા
કોચિંગ ગઈ ત્યારે ત્રણ લોકોએ કર્યું અપહરણ
ભયાનક ઘટનામાં 2 પોલીસકર્મી સહિત 3 સામેલ

રાજસ્થાનના બિકાનેરમાં એક દલિત છોકરી બે પોલીસકર્મીઓ દ્વારા બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. ઘટના બાદ પરિવારજનો ધરણા પર બેસી ગયા હતા. બિકાનેરના એસપી તેજસ્વિની ગૌતમે ગેંગરેપ કેસમાં પોલીસકર્મીઓની ભૂમિકા શંકાસ્પદ જણાતા બંને આરોપીઓને સસ્પેન્ડ કરી દીધા છે. બંને પોલીસકર્મીઓ સહિત ત્રણ લોકો વિરુદ્ધ બળાત્કાર અને હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસમાં વ્યસ્ત છે.

મંગળવાર સવારે પીડિતા ટ્યુશન જવા ઘેરથી નીકળી હતી, જ્યાં તેની પર રેપ કરીને તેની હત્યા કરી નાખી હતી ,અને લાશને ટોકિઝ પાસે ફેંકી ગયા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. યુવતી સવારે કોમ્પ્યુટર સેન્ટરમાં કોચિંગ માટે જતી હતી. ઘટનાના દિવસે પણ તે કોચિંગ માટે ઘરેથી નીકળી હતી ત્યારે પોલીસકર્મીઓ સહિત કેટલાક લોકોએ મળીને તેની પર બળાત્કાર કર્યો અને તેની હત્યા કરી. યુવતી સાથે બળાત્કાર અને હત્યા કેસમાં એસપીએ બંને આરોપી કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરી દીધા છે

Created with Snap
error: