Satya Tv News

દારૂનો જથ્થો લઇ જનાર 3 ઇસમોને ઝડપાયા
૪ હજારથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
સાકાર સોસાયટીમાં રહેતા આરોપીઓ ઝડપાયા
ડીસન્ટ હોટલ સામે ગોઠવી વોચ

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ડીસન્ટ હોટલ સામેથી મોપેડ ઉપર વિદેશી દારૂનો જથ્થો લઇ જતા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી, કે અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે પરથી ત્રણ ઈસમો ડીઓ મોપેડ નંબર-જી.જે.૧૬.ડી.ઈ.૫૯૩૦ ઉપર વિદેશી દારૂનો જથ્થો લઇ પસાર થવાના છે જેવી બાતમીના આધારે ડીસન્ટ હોટલ સામે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી મોપેડ આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૮ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૪ હજારથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, અને અંકલેશ્વરની સાકાર સોસાયટીમાં રહેતો દીપક પવન સુરેખા,અક્ષય તાનાજી શિંદે અને વૈભવ દિનેશ ભાનુસાલીને ઝડપી પાડ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: