માંડવા ગામના ખેતરમાં થઈ ચોરી
મોબાઈલ ફોન સાથે એક ઈસમને ઝડપાયો
રેલ્વે સ્ટેશન પાસેથી 1 ઈસમને ઝડપી પાડ્યો
૯ હજારના મોબાઈલ ફોનની થઈ ચોરી
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અંકલેશ્વરના માંડવા ગામની સીમમાં આવેલ કેબલ બ્રીજ પાસેના ખેતરમાંથી ચોરી થયેલ મોબાઈલ ફોન સાથે એ ડીવીઝન પોલીસે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસેથી એક ઈસમને ઝડપી પાડ્યો હતો.
ઝઘડિયા તાલુકાના મુલદ ગામની નવી નગરીમાં રહેતા જગદીશ રતિલાલ વસાવાના પિતાએ ગત તારીખ-૨૭મી જુનની રાતે પોતાના માંડવા ગામની સીમમાં આવેલ કેબલ બ્રીજ પાસેના ખેતરમાં સોલાર ડીસ પાસે ૯ હજારનો મોબાઈલ ફોન ચાર્જીગમાં મુક્યો હતો, તે દરમિયાન મધરાતે મોબાઈલ ફોનની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા, ચોરી અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.તે દરમિયાન અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે બાતમીના આધારે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસેથી ચોરીના ફોન વેચવા ફરતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો,જેની પૂછપરછ કરતા આ ફોન માંડવા ગામની સીમમાં ખેતરમાંથી ચોરી કર્યો હોવાની કબુલાત કરી હતી ,અને મૂળ અમદાવાદ અને હાલ અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે ફુટપાથ રહેતો શક્તિસિંહ સુરજીતસિંહ રાઠોડને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસીટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર