Satya Tv News

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા માં રહેતી મહિલા એ આપઘાત કરવાની ઘટનામાં પતિ વિરૂદ્ધ ગુનો દાખલ થયો છે.

મળતી માહિતી અનુસાર પુનિયાભાઇ ફીકલાભાઇ રાઠવા રહે,સીમલ ફળીયા, તા.છોટાઉદેપુર, જી.નર્મદા નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમની દીકરી દક્ષાબેને અજીત ભાઇ ભુરાભાઇ રાઠવા, મુળ રહે.સીમલ ફળીયા, તા. છોટાઉદેપુર, જી.નર્મદા, હાલ રહે. દેવમોગરા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા,પ્રેમ લગ્ન બાબતે સમાજના રિત રીવાજ મુજબ દાવો ભાંગવાનો બાકી હતો દક્ષા બેન વડોદરા ખાતે કોઇ ખાનગી હોસ્પીટલ મા જોબ કરતા હોઇ તેઓ દેવમોગરા ખાતે તેમના પતિ અજીતભાઈ કે જે દેવમોગરા ખાતે ફોરસ્ટ ખાતામા નોકરી કરે છે તેમને સમાજના રિત રીવાજ મુજબ દાવાની વાત કરતા ત્યારે તેઓ કોઇ બહાનુ કાઢતો અને પત્ની ને કહેલ કે તુ મને ગમતી નથી અને તને રાખીશ તો પણ બીજી રાખીસ અને તુ અહીંયા થી જતી રહે તેમ કહી આપઘાત કરવા માટે મજબુર કરી મરવા માટેનુ દુસ્પ્રેરણ કરતા પત્ની દક્ષા બેને ઝેરી દવા પી લેતા સારવારા દરમ્યાન રાજપીપલા સરકારી દવાખાના ખાતે તેમનું મોત નિપજતાં પોલીસે પતિ અજિત વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે

error: