અંકલેશ્વરમાં આવેલ હલીમશા દરગાહ પાસે ઝુપડીયાવાડ નજીક મુખ્ય માર્ગ સ્થિત પાર્ક કરેલ એકટીવા મોપેડની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા
અંકલેશ્વરના હલીમશા દરગાહ પાસે ઝુપડીયાવાડ વિસ્તારમાં રહેતા ઈરફાન અબ્દુલ રહેમાન સૈયદએ પોતાની એકટીવા નંબર-જી.જે.૧૬.ડી.એચ.૪૨૫૬ ઝુપડીયાવાડ નજીક મુખ્ય માર્ગની બાજુમાં પાર્ક કરી હતી તે દરમિયાન ગત તારીખ-૨૪મી જુનથી ૨૫મી જુન સુધીમાં વાહન ચોરો ત્રાટકી ૮૦ હજારની એકટીવાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા વાહન ચોરી અંગે અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે