Satya Tv News

અંકલેશ્વરમાં વરસાદે આપી ધમાકેદાર એન્ટ્રી
શાકમાર્કેટના વેપારીઓએ દુકાનો ભરાયા પાણી
GIDCની જલધારા ચોકડી પાસે પાણી ભરાયા
પાણીને કારણે વાહન ચાલકોને પહોંચી તકલીફ
વાલિયા કાપોદ્રા પાટિયા પાસે ટ્રાફિક જામ
વરસાદી પાણી રોડ પર ફરી વળતા ટ્રાફિક જામ 

અંકલેશ્વરમાં જુલાઈ મહિનાના પ્રારંભે વરસાદે કરેલી તોફાની એન્ટ્રીથી મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારો પાણી ભરાય ગયા હતા.

અંકલેશ્વર પંથકમાં આગોતરા વરસાદે દેમાર એન્ટ્રી કરી હતી.વીજળીના કડાકા-ભડાકા સાથે મુશળધાર વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતનું નિર્માણ થયુ હતુ.અંકલેશ્વરમાં ખાબકેલ ભારે વરસાદને પગલે એ.પી.એમ.સી શાક માર્કેટ સ્થિત શોપિંગ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોરના વેપારીઓએ દુકાનો ખાલી કરી દેવાની ફરજ પડી હતી, તો જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં મોટેભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. ખાસ કરીને સવારે શાળાએ ગયેલા વિદ્યાર્થીઓ અટવાય પડ્યા હતા.ચોફેર પાણી ભરાય જતા વાલી વર્ગ પણ પોતાના બાળકોને લેવા જવા મુંઝવણમાં મુકાય ગયા હતા.અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા, જલધારા ચોકડી, ગટ્ટુ ચોકડી સરદાર પાર્ક જેવા ભરચક વિસ્તારમાં પાણી ભરાય જતા ભારે હાલાકીના દ્રશ્યો સર્જાયા હતા. સવારથી સતત ખાબકેલા વરસાદને કારણે સામાન્ય જન જીવન અસ્ત વ્યસ્ત થઇ પડ્યુ હતુ.જયારે અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીકના એ.પી.એમ.સી શાક માર્કેટ સ્થિત વરસાદી પાણીનો જમાવડો થતાં જ શોપિંગ સેન્ટરના સ્થાનિક દુકાનદારોએ અગમ ચેતીના ભાગરૂપે ગ્રાઉન્ડ ફ્લોરની તમામ દુકાનો ખાલી કરી સામાન પહેલા માળે ખસેડી દીધો હતો.ગત વર્ષે ખાબકેલા ભારે વરસાદને પગલે આ શોપિંગની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોમાં પાણી ભરાઈ જતા સરસામાન પલળી જતા વેપારીઓએ નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો.વરસાદની પધરામણીને પગલે અંકલેશ્વરમાં મુખ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો.તો અનેક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: