Satya Tv News

ભરૂચ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં દારૂ જુગારની બદી અટકાવવા જિલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપવામાં આવેલ, તે અંતર્ગત અંકલેશ્વર જીઆઇડીસી પીઆઇ બી.એન.સગરને મળેલ બાતમી મુજબ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પ્લોટ નંબર ૩૬૦૮ ખાતે આવેલ શેડની પાછળની દિવાલના ભાગેથી મોટા જથ્થામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ રુ.૧૨૦૪૮૦૦ ના મુદ્દામાલ સાથે ચાર ઇસમો સૈફ ઉર્ફે યશ ક્યુમખાન રહે.ગ્રીનપાર્ક સોસાયટી અંકલેશ્વર, ગૌરાંગ જગદીશભાઇ પરમાર રહે. આશ્રય સોસાયટી રેલવે ગોદી પાસે ભરૂચ, નિરજભાઇ બાબુભાઇ રબારી રહે. નિકોરાગામ તા.જી.ભરૂચ તેમજ નિરજ રબારીના જણાવ્યા મુજબનો મુકબધિર ઇસમ સનીભાઇ બાબુભાઇ રબારી રહે. નિકોરાગામ નાને ઝડપી લીધા હતા, અને અન્ય છ ઇસમો છગન મેવાડા રહે. જોલવા પાટીયા કડોદરા સુરત, પરેશ મારવાડી ઉર્ફે મહારાજ રહે.માંડવી, જીગ્નેશ ઉર્ફે જીગો કીરીટભાઇ પરીખ રહે. સિધ્ધાર્થ એપાર્ટમેન્ટ અંકલેશ્વર જીઆઇડીસી, રાજેન્દ્રકુમાર હિરાભાઇ મીસ્ત્રી રહે. કીમ જી.સુરત અને મુળ રહે.રાજસ્થાન , ઉર્વેશ ગોપાલ યાદવ રહે. ગણેશપાર્ક સોસાયટી અંકલેશ્વર જીઆઇડીસી તેમજ એક ડ્રાયવરને વોન્ટેડ જાહેર કરીને આ સંદર્ભે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સદર કામગીરી પીએસઆઇ એલ.એ.પરમાર તથા ટીમ દ્વારા કરવામાં આવી હતી.

error: