Satya Tv News

અંકલેશ્વર રાજપીપલાને જોડતો બ્રિજ જર્જરિત
બ્રિજ પર પડયા મસમોટા ભુવા.
મોટી દુર્ઘટના સર્જાય જવાબદાર કોણ.
જીવના જોખમો વાહન ચાલકો જવા મજબુર બન્યા

અંકલેશ્વર-રાજપીપળાને જોડતા માર્ગ ઉપર ઉછાલી ગામના બ્રિજ પાસે ભુવો પડતા વાહન ચાલકોને મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો છે.

https://fb.watch/lzADUoH079/

છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર રાજપીપળા માર્ગ ઉપર અમરાવતી નદી ઉપર બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને પગલે વાહન વ્યવહાર મુલદ ગામ થઈ ઝઘડિયા તરફ ડાઈવરઝન આપવામાં આવ્યો હતો.જ્યારે નાના વાહનો અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપરથી અવર જવર કરી શકતા હતા. આ માર્ગ ઉપર ઉછાલી ગામના બ્રિજ પાસે ભૂવો પડી જતા વાહન ચાલકો જીવના જોખમે વાહન પસાર કરવા મજબૂર બન્યા છે.જેને પગલે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઉભા થયા છે.બીજી તરફ બાજુમાં નવા બની રહેલ બ્રિજની કામગીરી પણ ગોકુળ ગતિએ ચાલતી હોવાથી વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.ત્યારે તંત્ર વહેલી તકે યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે

error: