Satya Tv News

વરસાદી વાતાવરણ વચ્ચે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, નર્મદા, તાપી નદી બે કાંઠે વહેશેઃ અંબાલાલ

આગામી 36 કલાકમાં રાજ્મમાં ભારે વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
સૌરાષ્ટ્રના દક્ષિણ દરિયા કિનારામા ભારે વરસાદની આગાહીઃ અંબાલાલ
નર્મદા, તાપી નદી બે કાંઠે વહેશેઃ અંબાલાલ
14 જૂલાઈ આસપાસ બંગાળના ઉપસાગર હળવું દબાણ ઉભુ થશેઃ અંબાલાલ
16, 17, 18, 19, 20 જુલાઈ ઉત્તર ભારતમાં ભારે વરસાદ થશેઃ અંબાલાલ

વરસાદી વાતાવરણ વચ્ચે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, અંબાલાલ પટેલે આગામી 36 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે સૌરાષ્ટ્રના દક્ષિણ દરિયા કિનારામા ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે.

ગુજરાતમાં વરસાદને લઈ ફરી એકવાર મોટી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના દક્ષિણ દરિયા કિનારામા ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે કચ્છ, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે મોરબી, રાજકોટ, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, મહેસાણા, ધોળકા, ધંધુકા, બોટાદ, બગોદરામાં વરસાદની સંભાવના છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 36 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં વડોદરા, આણંદ, સાવલી, કરજણ, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ગોધરામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે નર્મદા, તાપી નદી બે કાંઠે વહેશે તેમ અંબાલાલ પટેલે ઉમેર્યું હતું. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, 14 જૂલાઈ આસપાસ બંગાળના ઉપસાગર હળવું દબાણ ઉભુ થશે, આ સાથે 23 જૂલાઈએ પણ હવાનું હળવું દબાણ ઉભું થશે. અંબાલાલ પટેલે ઉમેર્યું કે, તા. 16, 17, 18, 19, 20 જુલાઈ ઉત્તર ભારતમાં ભારે વરસાદ થશે આ સાથે 25 થી 30 જૂલાઈ દેશના અનેક ભાગોમા વરસાદ થશે.

error: