કેમીકલ ભરેલ ડ્રમ સાથે ઈસમને ઝડપી પાડ્યો
પોલીસે ૭.૭૬ લાખનો જથ્થો કર્યો કબજે
કેમિકલનો જથ્થો ટ્રેડર્સ પાસેથી લઇ કર્યો સંગ્રહ
અંકલેશ્વર રૂરલ જીતાલી ગામની સીમમા યોગી એસ્ટેટમા પ્લોટ નંબર-૨૭મા આવેલ ગોડાઉનમા શંકાસ્પદ લીક્વીડ કેમીકલ ભરેલ ડ્રમ સાથે એક ઈસમને ૭.૭૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના પી.એસ.આઈ. જી.આઇ.રાઠોડ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સીમમા યોગી એસ્ટેટમા પ્લોટ નંબર-૨૭માં આવેલ ગોડાઉનમા શંકાસ્પદ લીક્વીડ કેમીકલ ભરેલ ડ્રમનો જથ્થો પડેલ છે ,જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ૨૦૦ લીટરના ૧૯૪ નંગ ભરેલ ડ્રમમાં રહેલ ૩૮ હજાર ૮૦૦ લીટર મીક્ષ સોલવન્ટનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ૭.૭૬ લાખનો જથ્થો કબજે કર્યો હતો.અને અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના ગોલ્ડન પોઇન્ટ સ્થિત કેન્ડલ લક્ઝરીયામાં રહેતો લલિત રમેશ સતાણીને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો .અને ગોડાઉન અંગે પુછપરછ કરતા ગોડાઉન પ્રશાંત કાલરીયા હોવાનું જણાવ્યું હતું અને કેમિકલનો જથ્થો અલગ અલગ ટ્રેડર્સ પાસેથી લઇ સંગ્રહ કર્યો હોવાની કબુલાત કરી હતી.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર