Satya Tv News

બે મહિલા પાસેથી મળી આવ્યો વિદેશી દારૂ
ટ્રેનમાંથી બે મહિલા બુટલેગરની કરી ધરપકડ
કોન્સ્ટેબલ સાથે બે મહિલાઓને કરાઈ તપાસ
શરીરે સેલોટેપ વીટાળી ૨૪ નંગ બોટલ મળી આવી

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપર કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાંથી સેલોટેપ વીટાળી લાવેલ વિદેશી દારૂના જથ્થા સાથે બે મહિલા બુટલેગરોને ઝડપી પાડી હતી

ભરૂચ રેલ્વે પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં શૌચાલય પાસે બેસેલ મહિલાઓ વિદેશી દારૂનો જથ્થો લઇ આવી રહો દરવાજો બંધ કરી બેઠેલ છે, જેવી બાતમીના આધારે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપર કચ્છ એક્સપ્રેસ ટ્રેન આવી ઉભી રહેતા આર.પી.એફ પોલીસે મહિલા કોન્સ્ટેબલ સાથે બે મહિલાઓને તપાસ કરતા તેઓએ શરીરે સેલોટેપ વીટાળી લાવેલ ૨૪ નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી .પોલીસે સુરતના પરવત પાટિયા પાસે રહેતી ગીતા સંજય ડામોર અને મીના વીનતી પરમારને ઝડપી પાડી હતી.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: