Satya Tv News

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત પાકીઝા હોટલની પાછળના ગોડાઉનમાંથી શંકસ્પદ એસ.એસના ભંગારના જથ્થા સાથે ભંગારીયાને ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત પાકીઝા હોટલની પાછળના ગોડાઉનમાં રહેતો હકીકુંલ્લાહ ઉર્ફે અબ્દુલ્લા ઝાકીર શાહ પોતાના ગોડાઉનમાં શંકાસ્પદ એસ.એસનો સમાન સંતાડી રાખે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી એસ.એસનો ૧૬૫ કિલો જથ્થો મળી કુલ ૨૪ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી ભંગારી હકીકુંલ્લાહ ઉર્ફે અબ્દુલ્લા ઝાકીર શાહની શંકાસ્પદ હાલતમાં ધરપકડી કરી વધુ તપાસ હાથ ધરી છે.

error: