Satya Tv News

ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. તેમણે કહ્યું કે, આગામી 15 જુલાઈથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના.

રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી
15થી 23 જુલાઈ રાજ્યમાં વરસાદની સંભાવનાઃ અંબાલાલ
ભારે પવન સાથે વરસાદની શક્યતાઃ અંબાલાલ

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં હવે ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 15 જુલાઈથી ફરી વરસાદનો રાઉન્ડ આવશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 15થી 23 જુલાઈ દરમિયાન વરસાદની સંભાવના છે. આ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની શક્યા છે. આગાણી 15થી 23 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે તો કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.

તેમણે કહ્યું છે કે, સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસશે. તો કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે બનાસકાંઠાની નદીઓમાં પૂર આવશે. આ સાથે નર્મદા, તાપી, રૂપેણ નદીમાં પૂરની આશંકા છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 11 જુલાઈ બાદ વરસાદમાં થોડી રાહત મળશે. પરંતુ તેના ચાર દિવસ બાદ એટલે કે 15 જુલાઈથી એકવાર વરસાદ શરૂ થશે. જે લગભગ 23 જુલાઈ સુધી રાજ્યભરમાં એકધારો વરસાદ રહેશે.

અરબ સાગરમાં ઊભું થશે ચક્રવાત! અંબાલાલ પટેલે કરી આંધી અને વંટોળની આગાહી, જુઓ કયા વિસ્તારો માટે ઍલર્ટ

ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે આણંદ અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, દાહોદમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. જ્યારે પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે.

તો આવતીકાલે એટલે કે મંગળવારે આણંદ, ભરૂચ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં વરસાદની આગાહી છે. બુધવારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી છે.

error: