Satya Tv News

ભરૂચ જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા જીલ્લાની અલગ-અલગ જી.આઇ.ડી.સી.માં આવેલ કંપનીઓમાંથી નીકળતા કેમીકલ વેસ્ટ નદી નાળામાં ઠાલવવામાં આવતી પ્રવૃત્તિ અટકાવવા ભરૂચ એલસીબીને સુચના આપવામાં આવી હતી જેના આધારે એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટનાઓના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ.એ.એસ ચૌહાણનાઓ ટીમ સાથે અંકલેશ્વર નેશનલ હાઇવે પર પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ઉપર સુરતથી ભરૂચ તરફ જતા રોડ ઉપર આવેલ પરીવાર હોટલના કંપાઉન્ડમાં પાર્ક કરેલ ટેન્કર નંબર-જી.જે..૦૭.વાય.ઝેડ.૧૭૬૬માં શંકાસ્પદ કેમીકલ વેસ્ટ ભરેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી ૨૮ હજાર લીટર કેમીકલ વેસ્ટનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે કેમીકલ વેસ્ટનો જથ્થો અને ૧૦ લાખનું ટેન્કર મળી ૧૦.૦૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મૂળ રાજસ્થાન અને હાલ અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલ હીરાપુરા ખાતે રહેતો ચંદ્રપ્રકાશસિંહ વિજયસિંહ ચૌહાણને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે

error: