Satya Tv News

નર્મદા જિલ્લાના રાજપીપળા પાસે ના એક ગામ થી સત્તર વર્ષ ની કિશોરી નો ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ આવેલ અને જણાવેલ કે આશરે ૫૦ ની ઉંમર ના ગામનાં જ એક વ્યક્તિ વ્યસન કરેલી હાલતમાં ઘરમાં ઘૂસીને જબરદસ્તી કરવાનો પ્રયત્ન કર્યો હતો. અને તેમને ઘરમાં પૂરી રાખ્યા હતા માટે રાજપીપળા અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

મળતી માહિતી મુજબ જાણવા મળેલ કે તેમના માતા પિતા ખેતરે ગયા હતા. તે સમયે ઘરે કોઈ વ્યકિત નોહ્તું . હું એકલી જ ઘરે હતી અને આરામ કરતી હતી. સામા વાળા વ્યક્તિ ગામની બધી જ છોકરીઓને ગંદી નજરે જોઈ છે અને પરેશાન કરે છે. જેથી અંધારું થયા પછી ગામની કોઈ પણ છોકરી બહાર નીકળવા માટે પણ ડરે છે. હું એકલી હતી તેઓ અચાનક ઘરમાં ઘુસી આવ્યા અને શરીર ના ભાગે મને ટચ કરવા લાગ્યા મને પકડી રહ્યા હતા અને જબરદસ્તી કરવાનો પ્રયત્ન કરતા હતા જેથી મે બૂમો પાડી એટલે તેઓ ભાગવા લાગ્યા અને બહાર થી દરવાજો બંધ કરી દિધો તું અંદર જ મર, હવે એમ અપશબ્દો બોલતા હતા એવામાં આજુબાજુના વ્યક્તિઓ આવી તેમને પકડી અને ઘરમાં પૂરી રાખ્યા હતા, ત્યારબાદ સામેપક્ષ
નું કાઉંસેલિંગ કર્યું તેઓ વ્યસન કરેલી હાલતમાં હતા. અને એમના પિતા એ મને બોલાવ્યો હતો માટે હું ગયો હતો તેમ જણાવતા ગામ ની અન્ય છોકરીઓ ત્યાં હતી તેઓ પણ જણાવતા હતા કે અમને પણ આ રીતે જ હેરાન કરે છે. સામેપક્ષ નશા ની હાલત માંજ હતા. જેથી આગળ ની કાર્યવાહી માટે રાજપીપળા પોલિસ સ્ટેશન માં અરજી અપાવેલ છે.

વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: