અમદાવાદમાં પિતા અને પુત્રીના સંબંધને દાગ લગાડનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાની પુત્રી પર જ પિતાએ નજર બગાડીને શારીરિક અડપલાં કરી તેની આબરુ લેવાની કોશિષ કરી હોવાની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સગીરાની માતાએ જ પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હેવાન પિતાની ધરપકડ કરી છે. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી પર પોતાની જ દીકરી પર નજર બગાડી છેડતી કરવાનો આરોપ છે અને ખુદ આરોપીની પત્નીએ જ આ અંગે પોલીસને ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક હેવાન પિતાની ધરપકડ કરી છે.
અમદાવાદનાં વટવા વિસ્તારમાં રહેતી એક મહિલાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ સમક્ષ હકીકત જણાવી હતી કે 12મી જુલાઈ બુધવારનાં દિવસે મહિલા પોતાના એક બાળકને તબીયર સારી ન હોવાથી ડોકટર પાસે બતાવવા લઇ ગયેલી દરમ્યાન ઘરે 10 વર્ષની સગીરા દિકરી તેમજ પતિ હાજર હતો.