Satya Tv News

ચંદ્રયાન-3નું કાઉન્ટડાઉન ગઈ કાલે શરૂ થઈ ગયું. ISRO ના જણાવ્યાં મુજબ ચંદ્રયાન-3ને LMV3 રોકેટ લઈને જશે. ચંદ્રયાન-3ની લોન્ચ ડેટ 14 જુલાઈ એટલે કે આજનો દિવસ નક્કી કરવામાં આવેલો છે. બપોરે 14:35:17 વાગે લોન્ચનો સમય નિર્ધારિત છે.

ચંદ્રયાન 3ના લોન્ચ સાથે ભારત એકવાર ફરીથી ચંદ્રની સપાટી પર પહોંચવાની કોશિશ કરશે. ISRo ના વૈજ્ઞાનિક આતુરતાપૂર્વક 14 જુલાઈ 2023ની રાહ જોઈ રહ્યા છે. શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-3ને ચાંદ તરફથી લોન્ચ કરવામાં આવશે. ISRO નું છેલ્લું મૂન મિશન ચંદ્રયાન-2 અંતિમ સમયે નિષ્ફળ ગયું હતું. ચંદ્રયાન-3ને ગત વખતની ભૂલોમાંથી પાઠ ભણતા ડિઝાઈન કરવામાં આવ્યું છે. ચંદ્ર પર સફળ લેન્ડિંગ સાથે જ ભારત આવું કરનાર ચોથો દેશ બનશે. અત્યાર સુધીમાં ફક્ત અમેરિકા, રશિયા અને ચીન જ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવી શક્યા છે. ISRO એ ચંદ્રયાન-3ને અનેક પ્રકારના ટેસ્ટમાંથી પસાર કર્યું છે જેથી કરીને ચંદ્રયાન-2 જેવી ભૂલ થઈ શકે નહીં. ચંદ્રયાન-3 પ્રોજેક્ટ સંલગ્ન તમામ વાતો આ 5 પોઈન્ટમાં સમજો.

ચંદ્રયાન ભારતનો મહત્વકાંક્ષી અંતરિક્ષ પ્રોજેક્ટ છે. તેના દ્વારા ભારતીય વૈજ્ઞાનિક ચંદ્ર વિશે વધુ જાણકારી મેળવવા માંગે છે. 2003ના સ્વતંત્રતા દિવસ સંબોધનમાં તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ ચંદ્ર સંલગ્ન મિશનની જાહેરાત કરી હતી. ISRO એ 2008માં ચંદ્રયાન-1 લોન્ચ કર્યું હતું. તે ડીપ સ્પેસમાં ભારતનું પહેલું મિશન હતું. 2019માં ચંદ્રયાન-2ને લોન્ચ કર્યું હતું. 14 જુલાઈ 2023ના રોજ શ્રીહરિકોટાથી ચંદ્રયાન-3 ઉડાણ ભરશે.

વિજ્ઞાનની રીતે ચંદ્રયાન-3 મિશનથી અનેક પ્રકારના સવાલોના જવાબ મળી શકે છે. જેમ કે ચંદ્રની સપાટી પર ભૂકંપવાળી લહેરો કેવી રીતે બને છે. ચંદ્રની સપાટી થર્મલ ઈન્સ્યુલેટરની જેમ વ્યવહાર કેમ કરે છે, ચંદ્રનું કેમિકલ અને એલિમેન્ટલ કમ્પોઝીશન શું છે. અહીંના પ્લાઝમાં શું શું છે, ચંદ્રયાન-3 મિશનની સફળતા ભારતના અંતરિક્ષ કાર્યક્રમની સૌથી મોટી સિદ્ધિઓમાંથી એક હશે. અમેરિકા અને રશિયા તથા ચીન બાદ ભારત ચોથો એવો દેશ બનશે જે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં સામર્થ્ય મેળવશે. ઈસરોએ હાલના સમયમાં પોતાને દુનિયાની લીડિંગ સ્પેસ એજન્સી તરીકે સ્થાપિત કરી છે. ચંદ્ર પર સફળ મિશનથી તેની શાખ વધુ મજબૂત થશે.

error: