જીતાલી ગામના ગુમ થયેલ કિશોરો પરત ઘરે ફર્યા
ત્રણેય કિશોરો મુંબઈ ખાતેથી પરત ફર્યા
પુછપરછ કરતા ત્રણેય મુંબઈ ફરવા ગયા જણાવ્યું
કિશોરો પરત ઘરે ફરતા પરિવારજનોએ લીધો હાંશકારો
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સિલ્વર સિટી સોસાયટીમાંથી ગુમ થયેલ ત્રણેય કિશોરો પરત ઘરે ફરતા પરિવારજનોએ હાંશકારો લીધો હતો.
અંકલેશ્વરના જીતાલી ગામની સિલ્વર સિટી સોસાયટીમાં રહેતા છોટેલાલ શાહનો પુત્ર ૧૫ વર્ષીય આકાશ ગત તારીખ-૧૩મી જુલાઈના રોજ ગુમ થઇ થયો હતો, જેને પગલે તેઓએ સોસાયટીમાં શોધખોળ કરતા સોસાયટીમાંથી અન્ય બે કિશોર અપુ અને ઉમેશ ગુમ થયા હોવાનું જણાવતા મળતા, આ ત્રણેય ક્યાંક જતા રહ્યા હોવાનું બહાર આવતા પરિવારજનોએ સોસાયટીના સીસીટીવી ચેક કરતા બાળકો સાંજે સોસાયટીના ગેટ પરથી રિક્ષામાં બેસી જતા નજરે પડ્યા હતા.ત્રણેય બાળકો ગુમ થતા જ પરિવારજનોએ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે જાણ કરાતા પોલીસે ત્રણેયની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા.તે દરમિયાન ગતરોજ ત્રણેય કિશોરો મુંબઈ ખાતેથી પરત ફર્યા હતા, જેઓની પોલીસે પુછપરછ કરતા તેઓ ત્રણેય મુંબઈ ફરવા ગયા હોવાનું જણાવ્યું હતું.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર