Satya Tv News

રૂમમાં ગેસની સગળી સળગાવતા ભડકો
ભડકો થતા યુવાન ગંભીર રીતે દાઝયો
સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયો
GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી 

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની કર્માંતુર ચોકડી પાસે આવેલ ક્રિયા એન્જીનીયરીંગ કોલોનીમાં રૂમમાં ગેસની સગળી સળગાવતા ભડકો થતા યુવાન ગંભીર રીતે દાઝી ગયો હતો.

મૂળ યુપી અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની કર્માંતુર ચોકડી પાસે આવેલ ક્રિયા એન્જીનીયરીંગ કોલોનીના રૂમમાં રહેતા દિલીપ ચોકટ છંઠુ ગતરોજ સવારે પોતાના રૂમ ઉપર ગેસની સગળી ઉપર જમવાનું બનાવવા માટે તૈયારી કરી રહ્યો હતો.જેણે લાઈટર સળગાવતા જ ભડકો થતા યુવાન ગંભીર રીતે દાઝી ગયો હતો. થતા તે શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો.જેને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: