Satya Tv News

આંતરરાષ્ટ્રીય મંચ દ્વારા ગ્રીન સ્કુલનો એવોર્ડ એનાયત
AEPS સંસ્થા દ્વારા સંચાલિત ગટ્ટુ સ્કુલની પસંદગી
ગટ્ટુ સ્કૂલના આચાર્યે મીડિયા સમક્ષ આપી જાહેરાત

અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલયને આગામી જીનીવા કન્વેશન આંતરરાષ્ટ્રીય સમિટ કે જે ન્યુયોર્ક ખાતે યોજાનાર છે તેમાં ગ્રીન સ્કુલ તરીકેના એવોર્ડ એનાયત થનાર છે.

https://fb.watch/m3sdV_H8k5/

પર્યાવરણની જાળવણી તેમજ સંવર્ધન માટે વિદ્યાર્થીઓમાં જાગૃકતા તેમજ સમજ પુરી પાડનાર તેમજ શાળા સંકુલમાં પર્યાવરણની દ્રષ્ટિએ જરૂરી વનીકરણ અને રિસાયકલિંગ થકી જાળવણીને ધ્યાનમાં લેતા આંતરરાષ્ટ્રીય મંચ દ્વારા દેશની જૂજ શાળાઓને પ્રતિષ્ઠિત ગ્રીન સ્કુલનો એવોર્ડ એનાયત થનાર છે. જેમાં અંકલેશ્વરની એઈપીએસ સંસ્થા દ્વારા સંચાલિત ગટ્ટુ સ્કુલની પસંદગી થઇ છે. આ એવોર્ડની જાહેરાત તાજેતરમાં દિલ્હી ખાતેના પ્રગતિ મેદાનમાં યોજાનાર જી ૨૦ ની સમિટ માં થશે અને ત્યાર બાદ ન્યુ યોર્ક ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય સમિટમાં એનાયત કરાશે.આ અંગે ગટ્ટુ સ્કૂલના આચાર્ય અંશુ તિવારીએ આજરોજ મીડિયા સમક્ષ જાહેરાત કરતા ગર્વની લાગણી અનુભવી હતી.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: