ઉપાસના ધામ ખાતે હિંડોળા ઉત્સવની ઉજવણી
અધિક શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા ઉત્સવ
ઠાકોરજીને ઝુલાવી ભક્તોએ દર્શનનો લીધો લાભ
તાજેતરમાં ચંદ્રયાન-૩ મિશનનું સફળ કર્યું લોન્ચિંગ
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ ઉપાસના ધામ ખાતે અધિક શ્રાવણ માસ નિમિત્તે ચંદ્રયાન-૩ મિશન ઉપર હિંડોળામાં ઠાકોરજીને ઝુલાવી ભાવિક ભક્તો દર્શનનો લાભ લીધો હતો
સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિંડોળા ઉત્સવનો અનેરો મહિમા છે.સ્વયં ભગવાન સ્વામિનારાયણ વડતાલ ધામમાં નિષ્કુળાનંદ સ્વામી રચિત બાર બારણાં વાળા હિંડોળામાં બિરાજમાન છે, અને ભક્તોને દર્શનનો લાભ આપી રહ્યા છે.વિવિધ પ્રકારના હિંડોળામાં ભગવાન સ્વામિનારાયણને ઝુલાવવામાં આવે છે. ત્યારે અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ ઉપાસના ધામ ખાતે અધિક શ્રાવણ માસ નિમિત્તે અઠવાડિક સત્સંગ સભામાં અનોખા હિંડોળા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.હરી ભક્તોએ ઈસરો દ્વારા તાજેતરમાં ચંદ્રયાન-૩ મિશનનું સફળ લોન્ચિંગ કર્યું હતું.જેના પર સુંદર હિંડોળા તૈયાર કર્યા હતા.હરી ભક્તોએ ચંદ્રયાન-૩ મિશનના હિંડોળા આબેહુબ બનાવી પૂર્ણ પુરુષોત્તમ મહારાજ અને સર્વે ગુણાતીત સ્વરૂપો ચંદ્રયાનના હિંડોળામાં બિરાજમાન થઈ અક્ષરધામમાંથી પ્રગટ થયા હોય તેવી રીતે હિંડોળે ઝુલાવ્યા હતા ચંદ્રયાન-૩ જ્યારે લોન્ચ થયું હતું અને આગ અને ધુમાડો જે રીતે દેખાય તેવી જ રીતે આ હિંડોળા પણ દર્શન થયા છે ,પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન અને ગુરુ હરી સંત ભગવાનને હિંડોળામાં ઝુલાવ્યા હતા.અને ચંદ્રયાન-૩ મિશનના હિંડોળા દર્શનનો સૌ કોઈ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર