Satya Tv News

પોલીસીના 3વર્ષ નિમિતે પત્રકાર પરિષદનુ આયોજન
કેન્દ્રીય વિદ્યાલય ખાતે પત્રકાર પરિષદનુ આયોજન
ONGC કેન્દ્રીય વિદ્યાલયના પ્રાચાર્યએ સંબોધ્યા  

અંકલેશ્વરની ઓએનજીસી સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે નેશનલ એજ્યુકેશન પોલીસીના તૃતીય વર્ષ નિમિતે પત્રકાર પરિષદનુ આયોજન હાથ ધરાયું .

https://fb.watch/m3qKJcU5O6/

અંકલેશ્વરની ઓએનજીસી સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે નેશનલ એજ્યુકેશન પોલીસીના તૃતીય વર્ષ નિમિતે પત્રકાર પરિષદનુ આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ.જેમાં કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલય દ્વારા દેશભરમાં એક સરખી શિક્ષણ નીતિ લાગુ કર્યાને ત્રણ વર્ષનો ગાળો વિત્યા બાદ શિક્ષણ ક્ષેત્રે કેવુ આમુલ પરિવર્તન જોવા મળ્યુ તેમજ અભ્યાસ થકી વિદ્યાર્થીઓમાં વ્યવસાયિક અભિગમ કેળવાયો તેવા પાસા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.આ પત્રકાર પરિષદને ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલયના પ્રાચાર્ય રમણ કુમાર પ્રજાપતિએ સંબોધી હતી.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: