અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા સન્માન સમારોહ
ગુરૂપૂર્ણિમા અને ગાયત્રી જયંતિ પર્વની ઉજવણી
બપોર બાદ ભજન સત્સંનું પણ આયોજન કરાયું
અગ્રણીઓ અને મોટી સંખ્યામાં બહેનો રહી ઉપસ્થિત
ભરૂચ માં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ હરિદ્વાર અંતર્ગત અને ગાયત્રી પ્રજ્ઞા પરિવાર સંગઠન ટ્રસ્ટ-દ્વારા સન્માન સમારોહ અને સ્નેહ મિલન ” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું..
મહારાણા પ્રતાપ રાજપૂત છાત્રાલય-ભરૂચ ખાતે શાંતિકુંજ-હરિદ્વાર દ્વારા ૨૦૨૩ના વર્ષને નારી સશક્તીકરણ વર્ષ” તરીકે ઘોષિત કરવામાં આવેલ છે. જે અંતર્ગત નારી ઉત્થાન અને એમાં નડતરરૂપ વિવિધ સમસ્યાઓના નિવારણ હેતુ અને નારી વિકાસમાં આપણે શું સહયોગ કરી શકીએ, એના વિચારોનું આદાન-પ્રદાન અને સૂચન-માર્ગદર્શન સુઝાવ સ્વરૂપે રજૂ કરવા તાજેતરમાં વ્યતિત થયેલ ગુરૂપૂર્ણિમા અને ગાયત્રી જયંતિ પર્વની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંત અધ્યક્ષ વિરલ દેસાઈ ઉપરાંત જિલ્લા પદાધિકારીઓ ગીરીશ શુક્લ, બિપીન પટેલ સહિત, ગાયત્રી પરિવારના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી. ઉપસ્થિત મંચસ્થ અતિથિ-વિશેષ અને આમંત્રિત મહાનુભાવોએ નારી સશક્તિકરણ અંગે પોતાના વિચારો વ્યકત કરી સમાજ જીવનમાં તેની અગત્યતા વર્ણવી હતી. બપોર બાદ ભજન સત્સંનું પણ આયોજન કરાયું હતું.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ભરૂચ