Satya Tv News

અંકલેશ્વર GIDCમાં પ્રતિન બ્રિજ પર ટ્રક ધડાકાભેર અથડાય

એશિયનપેન્ટ ચોકડીથી આવતી ટ્રક સીઘી બ્રિજની એંગલ સાથે અથડાય

ડ્રાઈવરએ નશાની હાલતમાં કર્યો અકસ્માત

GIDC પોલીસે ઘટના મામલે કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વર GIDCમાં આવેલ પ્રતિન ઓવર બ્રિજ સાથે નશામાં ધૂત આયશર ટેમ્પો ચાલકે અકસ્માત સર્જતાં ટ્રાફિકજામની સમસ્યા ઉદ્ભવી હતી.

https://fb.watch/m60RkOr22S/

ઉદ્યોગ વસાહતમાં પસાર થતા વાહનો માટે પ્રતિન ઓવરબ્રિજની બાજુમાં હાઇવે નંબર 48 સાથે જોડાવા સર્વિસ રોડ આપેલ છે. તેમ છતાં ગતરોજ સાંજના સુમારે નશામાંધૂત આયશર ટેમ્પો નંબર GJ 21 W 7754ના ચાલક શ્યામ નારાયણનાઓએ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે આયશર ટેમ્પો હંકારી લાવી મોટા વાહનોને પ્રતિબંધિત પ્રતિન ઓવર બ્રિજની એંગલ સાથે ધડાકાભેર ટકરાયો હતો. જેને લઈ લોખંડની એંગલ એન સાઈડ પર અટકી જતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા. ઘટનાને પગલે લાંબો ટ્રાફિકજામ સર્જાતા પોલીસ પણ દોડતી થઇ હતી. અને ટેમ્પો ચાલકની અટકાયત કરી વાહન ડિટેન કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: