અંકલેશ્વર GIDC લાયન્સ શાળામાં યોજાયો રક્તદાન કેમ્પ
ઇન્ડસ્ટ્રીયલ એરિયા,લાયન્સ વુમન અને લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આયોજન
મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન મહાદાન કર્યું
અંકલેશ્વર GIDCમાં આવેલ લાયન્સ શાળાના પટાંગણમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.
ઉદ્યોગીક નગરી અંકલેશ્વરમાં આવેલ લાયન્સ શાળાના પટાંગણમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા, લાયન્સ ક્લ્બ ઓફ અંકલેશ્વર વુમન અને લઘુ ઉદ્યોગ ભરતીના સંયુક્ત ઉપક્રમે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં અંકલેશ્વર પંથકમાં રહેતા અને વિવિધ સેવાકીય સંસ્થાઓએ સાથે સંકળાયેલા રક્ત દાનવીરોએ રક્તદાન શિબિરમાં ભાગ લીધો હતો. જેમાં અંદાજિત 100 ઉપરાંત બ્લડ યુનિટ એકત્ર કર્યું હતુ. અને સંસ્થાના મહાનુભાવોએ વધુમાં વધુ લોકોને રક્તદાન કરવા અપીલ કરી હતી.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર