Skip to main content

Satya Tv News

સંજય નગર ખાતે પત્નીને પતિ,સાસુએ મારમાર્યો
મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ
ઝઘડામાં ઝપાઝપી થતા પત્નીને પહોંચી ઇજા
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી 

અંકલેશ્વરના સંજય નગરમાં સમાધાન માટે આવેલ પત્નીને પતિ અને સાસુએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ

https://fb.watch/m60hHiCKWJ/


હાલ વડોદરાની ડીફેન્સ કોલોની ખાતે રહેતા સંતોષ રાહુલ પ્રજાપતિ ગતરોજ પોતાના માતા-પિતા અને ભાઈ-કાકા સાથે પોતાની સાસરી અંકલેશ્વરના સંજય નગર ખાતે સમાધાન માટે આવ્યા હતા, જેઓ પતિના ઘરે વાતચીત કરી રહ્યા હતા, તે દરમિયાન સાસુ સંગીતા અશોક પ્રજાપતિ ત્યાં આવી તું મને જોઈતી જ નથી નહિ અપશબ્દો ઉચ્ચારવા લાગ્યા હતા. આ ઝઘડામાં ઝપાઝપી થતા પતિનો ધક્કો પત્નીને વાગી જતા, તે ધાબા ઉપરથી દાદર વાટે નીચે પટકાતા તેણીને ઈજાઓ પહોંચી હતી, જયારે સાસુએ વહુની માતાને માથામાં પાણીની બોટલ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મારામારી અંગે શહેર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: