Satya Tv News

જીતાલી ગામની પાયોનિયર સ્કુલના વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વની યોજના
૮૦ વિદ્યાર્થીઓએ તા.પોલીસ મથકની મુલાકાત લીધી
પોલીસની કામગીરી અંગેની વિગતવાર માહિતી આપી

અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની પાયોનિયર સ્કુલ પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગના સ્ટુડન્ટ પોલીસ કેડેટના વિદ્યાર્થીઓએ તાલુકા પોલીસ મથકની મુલાકાત લીધી

https://fb.watch/m7q7G-y0Zp/

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પોલીસ વિભાગે સ્ટુડન્ટ્સ પોલીસ કેડેટ નામાની મહત્વની યોજના તૈયાર કરી છે.જે યોજના હેઠળ પોલીસ વિભાગ દ્વારા ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કાયદો,સન્માન,ક્ષમતા, શિસ્ત,આદર્શ સહીત માનસિક અને શારીરિક રીતે મજબૂત બને તે માટે વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે.ત્યારે આજરોજ અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની પાયોનિયર સ્કુલ પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગના સ્ટુડન્ટ પોલીસ કેડેટના વિદ્યાર્થીઓ સહીત ૮૦ જેટલા વિદ્યાર્થીઓએ તાલુકા પોલીસ મથકની મુલાકાત લીધી હતી અને પોલીસની કામગીરીની માહિતી મેળવી હતી પોલીસ જવાનોએ હથિયારો,લોકઅપ અને પોલીસની કામગીરી અંગેની વિગતવાર માહિતી આપી હતી.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: