Satya Tv News

જીતાલી ગામની બીલ્ડીકોનમાંથી ઝડપાયો જુગાર
જુગાર રમતા 9 જુગારીયાઓને ઝડપી પાડ્યા
કુલ ૩.૧૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના જીતાલી ગામની હદમાં આવેલ યોગી એસ્ટેટ-૨ સ્થિત ધેર્ય બીલ્ડીકોન ઓફિસમાંથી જુગાર રમતા નવ જુગારીયાઓને કુલ ૩.૧૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

https://fb.watch/m7qPY_9NQA/

.

ભરૂચ એલસીબીના હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત શંકર પટેલ સહિતનો સ્ટાફ અંકલેશ્વર તાલુકામાં પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના જીતાલી ગામની હદમાં આવેલ યોગી એસ્ટેટ-૨ સ્થિત ધેર્ય બીલ્ડીકોનની ઓફીસ ધરાવતા કલ્પેશ ભનુ વસાણી પોતાની ઓફિસમાં બહારથી માણસો બોલાવી જુગારનો અડ્ડો ચલાવે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા ૬૫ હજાર અને સાત વાહનો તેમજ નવ મોબાઈલ ફોન મળી કુલ ૩.૧૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો, અને મુખ્ય સુત્રધાર કલ્પેશ વસાણી,જી.આઈ.ડી.સી.ની સુકન રેસીડેન્સીમાં રહેતો હસમુખ ધીરુ ચોવટિયા,ભરત લક્ષ્મણ અંભાણી,અશોક વસંત સાંગાણી,સતીશ લાભુ વાઘાણી,હિતેશ નાગજી ઉંધાડ,તિક્ષિત નીલેશ વસાણી તેમજ અજય વિઠ્ઠલ ગજેરા,કિશોર રામ વસાણીને ઝડપી પાડ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: