અંકલેશ્વર શહેર અને GIDCમાં મૂંગા પશુ ઘનનો અડિગો
જુના હાઇવે નંબર 8 પર મૂંગા પશુ ઘનનો અડિગો
ગડખોલ માર્ગ અને ટી બ્રિજ પર મૂંગા પશુ ઘનનો અડિગો
હેલ્મેટ અને સીટ બેલ્ટ કરતા મૂંગા પશુ પકડો તેવી માંગ
શહેરમાં મૂંગા પશુ પકડવાની પ્રક્રિયા શરુ GIDCમાં ક્યારે
એક જ દિવસમાં બાર મરણ અભિયાન નહિ થાય લેવી લોકમાંગ
અંકલેશ્વર શહેર GIDC અને અન્ય મુખ્ય માર્ગો પર રખડતા મૂંગા પશુઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તેવામાં શહેરમાં નગરપાલિકા દ્વારા ઢોર પકડવા અભિયાન તો શરુ કરાય છે પરંતુ એક જ દિવસમાં બાર મરણ અભિયાનનું થઇ જાય છે. જેને લઇ કામગરી શહેર અને GIDCમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ કરતા મૂંગા પશુ પકડો તેવી માંગ ઉઠવા પામી છે.
અંકલેશ્વર શહેર હોય કે પછી અંકલેશ્વર નોટીફાઈડ વિસ્તાર કે પછી જૂનો નેશનલ હાઇવે નંબર 8 અને શહેરમાં પસાર થતા સ્ટેટ હાઇવે બસ તમામ માર્ગો પર હાલ અંકલેશ્વર માં મૂંગા પશુ ઘન નો અડિગો જોવા મળી રહ્યો છે. ગડખોલ ગામનો પ્રવેશ માર્ગ પર કે પછી ટી બ્રિજ પર તમામ સ્થળે માત્ર મુંગા પશુઓ જ માર્ગ પર બેઠેલા નજરે પડી રહ્યા છે. જેને લઇ વાહન ચાલકોને આપડા વેઠવી પડી રહી છે. જો વાહન ગફલત થાય તો ઢોર સાથે ભટકાઈને એકસીડન્ટ નું જોખમ ઉભું થઇ જાય છે.
તો મૂંગા પશુ ધનનો અચાનક દોડી આવી અથવા ભેટી મારે તેવી દહેશત વાહન ચાલકોમાં જોવા મળી રહી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઢોર પકડવા અભિયાન તો શરુ કર્યું પણ માટે એક જ દિવસમાં બાર મરણ અભિયાનનું થઇ ગયું છે. માર્ગો પર રખડતા પશુ ને લઇ રાહદારી હોય કે પછી વાહન ચાલકો હોય તેને પસાર કરવું કઠિન બની રહ્યું છે. આ વચ્ચે પાલિકા ના પણ અનેક વાહનો રોજ રોજ પસાર થઇ રહ્યા હોવા છતાં તેઓ દ્વારા પણ અનદેખી કરાઈ રહી છે.
એટલું જ નહીં ખુદ સત્તાપક્ષ સભ્યો પણ આ અંગે રજુઆત કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. છતાં પાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓના પેટનું પાણી હલી નથી રહ્યું. જેને લઇ હવે સોશિયલ મીડિયા પર મેસેજ ટ્રેન્ડ થઇ રહ્યા છે અને હેલ્મેટ અને સીટ બેલ્ટ કરતા રખડતા ઢોર વધુ અકસ્માત કરે છે. તો 15 દિવસ એની પણ ડ્રાઈવ ગોઠવવા જનતાની માંગણી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર