ફ્રી કોમ્પ્યુટર સેવાઓ, લાઇબ્રેરી સર્વિસ, સરકારી યોજનાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા માટે વાંચવાના પુસ્તકોનો લાભ લઈ શકાશે;
નર્મદા: એસ્પિરેશનલ જિલ્લા કાર્યક્રમ અંતર્ગત નિતી આયોગ, ભારત સરકાર દ્વારા જુદા જુદા ફાઉડેશનના સહયોગથી એસ્પિરેશનલ જિલ્લાઓમાં વિવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવે છે. અત્રેના નર્મદા જિલ્લાના લોકો દ્વારા વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરી તેના થકી જીવન ધોરણમાં સુધારો લાવવા તેમજ વિવિધ પ્રકારની Digital Financial Literacyના તાલીમ કાર્યક્રમો, ડીઝીટલ લાઇબ્રેરી અને ઇ-ગર્વનન્સ સેવાઓનો વ્યાપ વધારવા માટે અને વિવિધ જાગરૂકતાના કાર્યક્રમો હાથ ધરવા માટે નાસકોમ ફાઉન્ડેશન ને સુચિત કરવામાં આવેલ છે.
જિલ્લામાં સદર કામગીરી સુચારૂ રીતે થઇ શકે તે માટે નાસકોમ ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના દેડીયાપાડા માં લીમડા ચોક પાસે રીસોર્સ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. જેમાં વિવિધ પ્રકારનાં તાલિમ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહેલ છે. તેમજ નાસકોમ ફાઉન્ડેશન દ્વારા ફ્રી કોમ્પ્યુટર સેવાઓ, લાઇબ્રેરી સર્વિસ, સરકારી યોજનાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વાંચવાના પુસ્તકોનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા