ડેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના વડા ડૉ.પી.ડી.વર્મા નો વિદાય સમારંભ યોજાયો
નર્મદા: નર્મદા જિલ્લાનાં દેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નિકરા યોજના અંતર્ગત કસ્ટમ હાયરિંગ સેન્ટરનું ઉદઘાટન નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીનાં કુલપતિશ્રી ડૉ.ઝેડ. પી.પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ.એન.એમ. ચૌહાણ અને અન્ય મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ સામુદાયિક વિજ્ઞાન વિભાગ અને ઉદ્યોગ સાહસિકતા એકમ નું પણ ઉદધાટન કરવામાં આવ્યું હતું. મિલેટ પાકોમાં મૂલ્યવર્ધન વ્યવસાયલક્ષી તાલીમ અંતર્ગત કુલપતિનું ઉદબોધન આપવામાં આવ્યું હતું. જેમાં એમણે જણાવ્યું હતું કે જંગલ બચાવો, મિલેટ પાકો જેવા કે નાગલી અને વરીની ખેતી કરો અને એમાં મૂલ્ય વર્ધન કરીને આવકમાં વધારો કરો અને તમારા સ્વાસ્થ્ય માં સુધારો કરો. અને સાથે સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના વડા ડૉ.પી. ડી.વર્માના વિદાય સંમારોહનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં NGO અને નવસારી કૃષિ યુનિવર્સિટીના 50 જેટલા વૈજ્ઞાનિકો તેમજ 150 જેટલા ખેડૂતો હાજર રહ્યા હતાં.
કાર્યક્રમની શરૂઆત દિપપ્રગટ્યથી કરવામાં આવી. ઉપસ્થિત મહાનુભવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત બધાજ મહાનુભવોએ ડૉ.પી.ડી.વર્મા ના 2019 થી 2023 સુધીની જરની વિશે તેમજ તેમની સાથેના અનુભવો વિશે જણાવ્યું હતું. તેમજ પી.ડી. વર્માનું સન્માન કરવામાં આવ્યું. અને ઉપસ્થિત બધાજ મહેમાનોએ વિદાય આપી હતી.
વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા