Satya Tv News

સુરત એસઓજીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી ડમી ગ્રાહક મોકલી પ્રિસ્કીપશન વિના નશાયુક્ત સીરપ વેચતા લીંબાયત મહાપ્રભુનગર સ્થિત એપલ ફાર્મસી સ્ટોર્સના સંચાલકને ઝડપી લીધો હતો. એસઓજીએ ત્યાંથી સીરપની 9 બોટલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એએસઆઈ હિતેષસિંહ દિલીપસિંહ અને હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ દામજીભાઈને બાતમી મળી હતી કે લીંબાયત મહાપ્રભુનગર સ્થિત એપલ ફાર્મસી સ્ટોર્સમાં નશાયુક્ત દવાઓનું વેચાણ પ્રિસ્કીપશન વિના થાય છે.બાતમીના આધારે એસઓજીની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી તે દુકાનમાં ડમી ગ્રાહક મોકલી ખરાઈ કર્યા બાદ રેઇડ કરી હતી. એસઓજીએ દુકાનમાંથી નશો કરવા ઉપયોગમાં લેવાતી નશાકારક સીરપની 9 બોટલ કબજે કરી હતી. એસઓજીએ દુકાનના સંચાલક વૈષ્ણવ દૈનીકભાઈ ધીરુભાઈ ( રહે.પુણાગામ, સુરત ) ની અટકાયત કરી આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

error: